*🌐રાહુગ્રહ રાશિ પરિવર્તન🌐*
*૭ માર્ચ ગુરૂવારે રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરી રહ્યા છે.*
GrahRaj Astrology
*રાહુ કર્ક રાશિથી મિથુન રાશિમાં ગોચર કરશે અને કેતુ મકર રાશિથી ધનુ રશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.*
૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી રાહુ મિથુન રાશિમાં અનેકેતુ ધનુ રાશિમાં જ રહેશે.
ત્યારબાદ ફરીથી તેમની રાશિ પરિવર્તન થશે અને આ પોતાનુ ઘર બદલશે. રાહુ-કેતુની આ રાશિ પરિવર્તન આર્થિક સ્થિતિને પ્રભાવિત કરશે.
GrahRaj Astrology
ગ્રહરાજ જ્યોતિષ કાર્યાલય દ્વારા રાશિમુજબ જાણો તમારી રાશિને કેટલો મળશે લાભ ? શુ તમે બની શકશો માલામાલ
*મેષ* - નવી ઉર્જાનો સંચાર થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. નાની યાત્રાઓ કરવી પડી શકે છે. તમારા ઈનકમના રસ્તા ખુલશે
*ઉપાય - આસમાની રંગના કપડા પહેરો*
*વૃષભ* - આર્થિક મામલે વધારો થશે. આર્થિક વિચારમાં ફેરફાર થશે જે તમને લાભ અપાવશે. નિર્ણય લેવાની ક્ષમતા વધશે. વિચારોમાં ટકરાવથી પાર્ટનરશિપમાં પરેશાની આવી શકે છે.
*ઉપાય - સ્ટીલના લોટા સફાઈ કર્મચારીને દાનમાં આપો*
*મિથુન* - તમારા વ્યવ્હારમાં ચિડચિડાપણું આવશે. આર્થિક નિર્ણય લેવામાં અસમર્થ રહેશો. લાંબી દૂરીની યાત્રા કરવી પડી શકે છે. ખર્ચ સતત વધશે અને ફાયદો ઓછો થશે.
*ઉપાય - ૧૦૦ ગ્રામ તાબા નો ટુકડો શનિવારે પીપળ નીચે દબાવી દો. કોઈ સુહાગન સ્ત્રીને સૌભાગ્યની વસ્તુનુ દાન કરો.*
GrahRaj Astrology
*કર્ક* - રાહુનુ રાશિ પરિવર્તન કર્ક માટે અશુભ છે. બિઝનેસમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. કામને કારણે ફાલતૂ યાત્રા કરવી પડશે. આવનારા ૧૮ મહિના થોડા મુશ્કેલીભર્યા રહી શકે છે.
*ઉપાય - સતત ૪૩ દિવસ ૧૨ આસમાની ફુલ ગંદા નાળામાં ફેંકો*
*સિંહ* - આ રાશિ પરિવર્તનથી ઢગલો સફળતાઓ મળશે. કેરિયરમાં સોનીરી તક મળશે. વર્કપ્લેસ પર વિવાદની સ્થિતિ બનશે. પણ સ્થિતિ સંભાળી શકશો. બધા મામલામાં ધૈર્યથી કામ લો. તમને તમારા વિચારથી થોડો ફાયદો મળશે.
*ઉપાય - સરસ્વતી માં પર અડદ નો ભોગ ચઢાવો અને ગણેશજી પર દુર્વા ચઢાવો.*
GrahRaj Astrology
*કન્યા* - કેરિયર મામલે ઉતાર-ચઢાવ રહેશે. આર્થિક દ્રષ્ટિકોણ પ્રત્યે સાવધ રહેવુ પડશે. એકાગ્રતાથી કામ કરવા પર ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે છે. આઅર્થિક મામલા માટે ખૂબ સારુ રહેશે.
*ઉપાય - ગરીબ મજૂરને ભૂરા કપડા ભેટ કરો.*
*તુલા* - રાહુ ૯ માં ભાવમાં આવેલ રહેશે. સહયોગીઓ સાથે સંબંધોમાં કડવાશ ઉભી થઈ શકે છે. આર્થિક સંકટ ઉભુ થઈ શકે છે. ગેરકાયદેસર વસ્તુઓથી દૂર રહો. ખોટા કાર્યમાં પડી શકો છો સાવધ રહો.
GrahRaj Astrology
*ઉપાય - માતા સરસ્વતી પર ભૂરા ફુલ અને ગણપતિ પર દુર્વા તથા મીઠાઈ ચઢાવો.*
*વૃશ્ચિક* - રાહુ ૮ માં અને કેતુ બીજા ભાવમાં છે. ગેરકાયદેસર સાધનોથી ધન પ્રાપ્તિ થઈ શકે છે. તમારા વિચારથી વધુ લાભ થશે. પાર્ટનરશિપમાં થોડી શાંતિ બનાવીને રાખો.
*ઉપાય - સરસવના તેલ થી પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો.*
*ધનુ* - રાહુના ૭ માં ભાવમાં ગોચર કરશે. આર્થિક પરેશાનીઓનો સામનો કરવાની હિમંત આવશે. આર્થિક વિવાદ પણ દૂર થશે. તમે આગળ વધશેઓ અને સક્સેસ મળશે. આવક વધશે.
GrahRaj Astrology
*ઉપાય - લક્ષ્મી-ગણેશ અને સરસ્વતીની પૂજા કરો.*
*મકર* - રાહુ આપને ૬ સ્થાન ઉપર પસાર થાય છે
જે બીમારી, ઝગડા,તેમજ નકારાત્મક વિચાર તેમજ ઈર્ષા,ગુપ્તાતા તેમજ પરિશ્રમ કરાવે .
*ઉપાય* - ગણેશજી ની ઉપાસના કરવી ,ગ્રીન કલર ની સામગ્રી નું દાન કરવું,
તેમજ બુધવાર નું વ્રત કરવા થી ફાયદો જણાઈ.
*કુંભ* - રાહુ ૫ માં ભાવ અને કેતુ ૧ માં ગોચર કરશે. લેખન સાથે જોડાયેલ લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. આર્થિક વિકાસની અનેક તક મળશે. તમારી યોજનાઓ સફળ રહેશે. ધન લાભ થશે. બેંક બેલેસ વધારવા માટે સમય ખૂબ સારો રહેશે.
*ઉપાય - ગરીબ બાલકોને અડદનુ દાન કરો, કાળી ગાયને રીંગણ ખવડાવો .. તમારા સહયોગીઓને મીઠાઈ ખવડાવો.*
*મીન* - રાહુના ચોથા ભાવ અને કેતુના ૧૦ માં ભાવમાં ગોચર કરશે. નિર્ણય લેવાની ક્ષમતા પર અસર પડશે. જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તે નિષ્ફળ થઈ શકે છે. ખૂબ મહેનત કરીને તમે ટારગેટ પૂરી કરી શકો છો. કામ માટે યાત્રા કરવી પડશે. સફળતા જરૂર મળશે.
*ઉપાય - ઘરેના નોર્થ ઈસ્ટ દિશામાં ગણપતિનુ ચિત્ર લગાવો. ઘરના સાઉથ ઈસ્ટ દિશામાં સરસ્વતીનુ ચિત્ર લગાવો.*
*સૂચના:📵* આ લેખ પૌરાણિક ગ્રંથો અથવા માન્યતાઓ પર આધારિત છે અને તેથી તેમાં વર્ણવેલ સામગ્રીના વૈજ્ઞાનિક પૂરાવાઓનું નિશ્ચય કરી શકાતું નથી. વિગતવાર તમે ઓફિસ પર સંપર્ક કરી શકો છો.
*📜ગ્રહરાજ જ્યોતિષ કાર્યાલય📜*
છાંયા રોડ , બાલાજી કોમ્પલેક્ષ,
ભારતીય વિદ્યાલય ની સામે
ત્રીજા - માળે ૩
પોરબંદર - ગુજરાત
રવિવાર 🌸 સોમવાર
૯૭૨૭૯૭૨૧૧૯
શાસ્ત્રી એચ. એચ. રાજ્યગુરૂ
*📜જ્યોતિષ-વાસ્તુ-ધાર્મિકપુજા📜*