Saturday, 29 June 2019

અસાઢ માસ ભડલી વાક્યો

*⛈અષાઢ માસ નો વરતારો⛈*

*☔અષાઢ માસનાં ભડલી વાક્યો☔*

*📜ગ્રહરાજ જ્યોતિષ કાર્યાલય📜*
*🌐જ્યોતિષ♻વાસ્તુ♻ધાર્મિકપૂજા🌐*

*અષાઢ માસ વર્ષાનો પહેલો મહિનો ગણાય છે તેના પર ખેતીનો પાયો છે, ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેડુત જનતાને વરસાદ સાથે પરાપૂર્વનાં સંબંધ છે.*

*વરસાદની સચોટ આગાહી માટે ગુજરાતનાં જ નહિ પણ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ સુધી જેનું નામ જાણીતું છે એવા લોકકવિ અને જનતાનાણ જ્યોતિષ તરીકે જાણીતા એવા ભડલી વાક્યોમાં અષાઢ માસ માટે ખાસ ભડલી વાક્યો પ્રસ્તુત છે.*

🔴👉ધર અષાઢી બીજડી નીમે નીરખી જોય,
સોમે, શુકરે, સુરગુરૂ, જળ બંબાકાર હોય,
રવિ તાતો બુધ શીતળો, મંગંળ વ્રષ્ટિ ન સોય
કરમ સંજોગે શનિ પડે, વિરલા જીવે કોય.

*અષાઢ માસની પહેલી બીજે સોમ,શુક્ર અને ગુરૂવાર હોય તો ભારે વ્રષ્ટિ થાય, રવિ હોય તો તાતો ગણાય, બુધ શીતળ અને મંગળ હોય તો વ્રષ્ટિ ન થાય. નસીબ સંજોગે શનિવાર હોય તો કોઈ વિરલા જ જીવતા રહે.*

🔴👉અષાઢ સુદિ પંચમી જો ઝ્બુકે વીજઃ
દાણા વેચી ઘર કરો, રાખો બળદ ને બીજ.
સુદિ અષાઢી પંચમી, ગાજત ઘન ઘનઘોરઃ
ભડલી કહે તો જાણજે, મધુર મેઘાસોર.
ધોરી અષાઢી પંચમી, વાદળ હોય ન વીજઃ
વેચો હળ બળદને, નીપજે કંઇ ન ચીજ.
સુદિ અષાઢી સપ્તમી, શશી જો નિર્મળ દેખઃ
જા પિયુ! તુ તો માળવે, ભીખ માંગવી પેખ.

*અષાઢ સુદી પાંચમે વીજળી થાય તો વરસ સારૂ પાકે એ કથન બહુ પ્રચલિત છે.*

*અષાઢી પાંચમે ધનઘોર વાદળા ગાજે તો ભડલી કહે છે સારો વરસાદ થાય, પણ જો પાંચમે વાદળ ન હોય, વીજળી પણ ના થાય તો કોઈ ચીજ પાકશે નહી એમ ભડલીનું કથન છે.*

*અષાઢ સુદી સાતમે જો ચંદ્ર વાદળ વગરનો નિર્મળ હોય તો દુકાળ પડશે. માટે પત્ની પતિને દુકાળમાંથી બચવા માળવા જવાનું કહે છે.*

🔴👉અષાઢ સુદિ નવમી દિને, વાદલડાનો ચંદ્રઃ
તો ભાગે ભડલી ખરૂ, ભોભ ઘણો આનંદ.
શનિ રવિ ને મંગળે, જો પોઢે જદુરાયઃ
અન્ન બહું મોંઘુ સહી, દુઃખ પ્રજાને થાય.

*અષાઢ સુદ નોમની સવારે સૂર્ય નિર્મળ (વાદળ વગરનો) ઉગે અને ચંદ્ર-વાદળ છાયો હોયતો ભરપૂર મેઘ થાય અને ધરતી ઉપર આનંદ ફેલાય, જો દેવ-પોઢી એકાદશી(અષાઢ સુદ અગિયારશ) જો શનિવાર, રવિવાર કે મંગળવાર આવે તો અનાજ બહું મોંધુ થાય અને પ્રજા દુઃખી થાય(લાગે છે કે છેલ્લ ઘણા વર્ષોથી દેવ-પોઢી એકાદશી શનિ,રવિ કે મંગળવારે જ આવતી હશે)*
GrahRaj Astrology
🔴👉અષાઢ માસે દો દિન સારા આઠમ પૂનમ ધોર અંધારાઃ
ભડલી કહે મે પાયા છેહ, જિતના બાદલ ઇતના મેહ.
અષાઢી પુનમની સાંજ, દિન વાદળ હોય નભમાંયઃ
પૂર્વ દિશા ઉત્તર ઇશાન, જોરે વહેતો સમ્યો મન.
અગ્નિ નૈઋત્ય વાયું કોણ, નાશે સબળો પવન જાણઃ
દક્ષિણ પશ્રિમ ધો એવ, કહે જાણ્યા જોષી સહદેવ.

*અષાઢમાં આઠમ અને પુનમનાં દિવશે ખુબ વાદળ છવાયા હોય તો સારા. ભડલી કહે છે કે જેટલા વાદળ તેટલોજ સારો વરસાદ સમજી લેવો. અષાઢી પુનમની સાંજે ધજા બાંધીને પવનની દિશા જોવાની રીત તથા એનું ફળ ભડલી બતાવે છે. જો પૂર્વ, ઉત્તર કે ઇશાનનો પવન વાતો હોય તો તે વ્રષ્ટિ લાવનાર તથા સારૂ અનાજ આપનારો જાણવો. જો અગ્નિ અને નૈઋત્ય કોણનો પવન વાતો હોયતો સામય સાધારણ જાણવો અથવા અર્ધદુકાળ સમજવો.*

*સૂચન📵:*

*આ લેખ પૌરાણિક ગ્રંથો અથવા માન્યતાઓ પર આધારિત છે અને તેથી તેમાં વર્ણવેલ સામગ્રીના વૈજ્ઞાનિક પુરાવાની ખાતરી આપી શકાતી નથી. વિગતવાર તમે ઓફિસ પર સંપર્ક કરો.*

*📜ગ્રહરાજ જ્યોતિષ કાર્યાલય📜*
*🌐જ્યોતિષ♻વાસ્તુ♻ધાર્મિકપૂજા🌐*

  છાયા રોડ બાલાજી કૉમ્પ્લેક્સ -3 માળે
ભારતીય વિદ્યાલય ની સામે
પોરબંદર - ગુજરાત

            રવિવાર અને સોમવાર
               9727972119
         શાસ્ત્રી એચ.એચ. રાજગુરુ
    
*જ્યોતિષ - વાસ્તુ-ધાર્મિક પૂજા*

https://www.facebook.com/grahraj.astrology/

https://grahraj.blogspot.in/

https://www.youtube.com/results?search_query=grahraj+jyotish

https://twitter.com/grah_raj

hitu9grahgochar@gmail.com

મુલાકાત માટે પહેલા ફોન કરી ને મળવું.

       *🙏🏻શ્રીહરિ:🙏🏻*

Friday, 28 June 2019

વૈદિક કર્મ અનુસાર અગ્નિ નામ

*બ્રાહ્મણ ઉપયોગી હોમ હવન – ને લગતા પ્રશ્નો*


*યાગ અને યજ્ઞમાં શું તફાવત છે?*

ઉત્તર

ગૃહીત સિદ્ધાંત (Theory) પ્રમાણે યજ્ઞ અને યાગ માં કોઈ તફાવત નથી. અગ્નિને પૂજવાનું અને તેને બલિદાન આપવાનું એક વેદોક્ત કર્મ; વેદમાં કહેલા વિધિ પ્રમાણે વેદમંત્રથી અગ્નિમાં હોમ કરવાનું કર્મ; યાગ; મખ; મેઘ; ક્રતુ; ઇષ્ટ; હોમ.

*પરંતુ વાસ્તવિક વ્યવહારની દ્રષ્ટિએ (Practically) યાગ 5 પ્રકારના છે. યાગમાં માત્ર અથર્વશીર્ષ ની જ આહુતિઓ હોય આમ તો પ્રત્યેક “યાગ” માં સવા લાખ આહુતિઓનો ક્રમ છે પરંતુ જેવી યજમાનની શક્તિ. અર્થાત, હજાર, દસહજાર, સવા લાખ  …. એ પ્રમાણે. યજ્ઞમાં ઓછામાં ઓછી 108 આહુતિઓ હોય અને જ્યારે દસ હજાર અથવા વધુ આહુતિઓ હોય તો ફરજિયાત ખાત (ભૂમિ ખોદીને) કુંડ બનાવવો પડે. ત્રણ પાળી વાળો.. એનાથી ઓછી આહુતિ માટે “હવન” હોય.*

ઉદાહરણ તરીકે
ગ્રહ શાંતિ હવન, જયેષ્ઠા શાંતિ હવન, ઇત્યાદિ … (પ્રધાન દેવને) 100 આહુતિઓ વાળો “હવન” કહેવાય. પ્રત્યેક હવન પ્રમાણે આહુતિઓ ઓછી વધતી હોય.

*પ્રશ્ન-*
*ઘરમાં કે મંદિરમાં જો ધૂપ કરવો હોય તો શું તેમાં લોબાણ, રાળ ઇત્યાદિ મિશ્રિત કરી શકાય?*

ઉત્તર-

નહિ કરવો જોઈએ.  લોબાણ અને રાળ એ પ્રેતને આહવાન માટે દશાહ શ્રાદ્ધ પૂરતો જ ઉપયોગમાં લેવાય છે અન્યથા વર્જિત છે. લોબાણ ધૂપનો મુસ્લિમો વધુ ઉપયોગ કરતા હોય છે આપણા શાસ્ત્રોમાં ક્યાંય એનો ઉલ્લેખ જોવા મળતો નથી.

પ્રશ્ન-

અગ્નિના કયા અને કેટલા પ્રકાર છે?

ઉત્તર-

*મુખ્યત્વે 3 પ્રકારના છે.*

પાવક – લૌકિક પ્રયોજનો માટે
પવમાન – સર્વતોમુખી વિકાસ માટે
શુચિ – સતયુગની સ્થાપના માટે

*અન્ય પ્રયોજનાર્થે અગ્નિના કુલ 27 પ્રકાર છે.*

અગ્નિના કુલ 27 પ્રકાર

*1 ગર્ભાધાન માટે ‘मारुत’*

2 પુંસવન માટે ‘चन्द्रमा’

3 શુંગાકર્મ માટે ‘शोभन’

4 સીમન્ત માટે ‘मंगल’

5 જાતકર્મ માટે ‘प्रगल्भ’

6 નામકરણ માટે ‘पार्थिव’

7 અન્નપ્રાશન માટે ‘शुचि’

8 ચૂડાકર્મ માટે ‘सत्य’

9 વ્રતબંધ(ઉપનયન) માટે ‘समुद्भव’
https://grahraj.blogspot.in/
10 ગોદાન માટે ‘सूर्य’

11 કેશાંત (સમાવર્તન) માટે ‘अग्नि’

12 વિસર્ગ(અર્થાતઅગ્નિહોત્રાદિક્રિયા) માટે वैश्वानर’

13 વિવાહ માટે ‘योजक’

14 ચતુર્થી માટે ‘शिखी’

15 ધૃતિ માટે ‘अग्नि’

16 પ્રાયશ્ચિત(અર્થાતપ્રાયશ્ચિત્તાત્મકમહાવ્યાહ્રતિહોમ) માટે ‘बिधु’

17 પાકયજ્ઞ(અર્થાતપાકાંગહોમ, વૃષોત્સર્ગ, ગૃહપ્રતિષ્ઠાવગેરે) માટે ‘साहस’

18 લક્ષહોમ માટે ‘वह्नि’

19 કોટીહોમ માટે ‘हुताशन’
https://grahraj.blogspot.in/
20 પુર્ણાહુતી માટે ‘मृड’

21 શાંતિ માટે ‘वरद’

22 પૌષ્ટિક માટે ‘बलद’

23 આભિચારિક માટે ‘क्रोधाग्नि’

24 વશીકરણ માટે ‘शमन’

25 વરદાન માટે ‘अभिदूषक’

26 કોષ્ઠ માટે ‘जठर’

27 મૃત-ભક્ષણ માટે ‘क्रव्याद’

*अग्नेस्तु मारुतो नाम गर्भाधाने विधीयते।*
*पुँसवने चन्द्रनामा शंगणकर्मणि शोभनः॥*

सीमन्ते मंगलो नाम प्रगल्भो जातकर्मणि।
नाम्नि स्यात्पार्थिवो प्राशने च शुचिस्तथा॥
https://www.facebook.com/grahraj.astrology/
*सत्यनामाथ चूडायाँ व्रतादेशे समुद्भवः।*
*गोदाने सूर्यनामा च केशान्ते ह्यग्निरुच्यते॥*

वैश्वानरो विसर्गे तु विवाहे योजकः स्मृतः।
चतुर्थ्यान्तु शिखी नाम धृतिरग्निस्तथा परे॥

*प्रायश्चिते विधुश्चैव पाकयज्ञे तु साहसः।*
*लक्षहोमे तु वह्निःस्यात् कोटिहोमे हुताशनः॥*

पूर्णाहुत्याँ मृडो नाम शान्तिके वरदस्तथा।
पौष्टिके बलदश्चैव क्रोधाग्निश्चाभिचारके॥

*वश्यर्थे शमनो नाम वरदानेऽभिदूषकः।*
*कोष्ठे तु जठरो नाम क्र्रव्यादो मृत भक्षणे॥*
GrahRaj Astrology

सुचना 📵यह लेख पौराणिक ग्रंथों अथवा मान्यताओं पर आधारित है अत: इसमें वर्णित सामग्री के वैज्ञानिक प्रमाण होने का आश्वासन नहीं दिया जा सकता। विस्तार में आप कार्यालय पर संपर्क करें।

    *📜ग्रहराज ज्योतिष कार्यालय📜*
  छाया रोड बालाजी कोम्प्लेक्स -3 माला
भारतीय विद्यालय के सामने पोरबंदर-गुजरात

            रविवार एवं सोमवार
               9727972119
         शास्त्री  एच एच राजगुरू
    *ज्योतिष-वास्तु-धार्मिकपुजा*

https://www.facebook.com/grahraj.astrology/

https://grahraj.blogspot.in/

https://www.youtube.com/results?search_query=grahraj+jyotish

https://twitter.com/grah_raj

hitu9grahgochar@gmail.com

मुलाकात के लिए पहले फोन पर Rg.  करवा ना जरुरि है।
       *🙏🏻 हरि: ॐ तत्सत् 🙏🏻*