*🔅🕉🔅શિવલિંગ અને રાશિ અનુસાર રુદ્રા અભિષેક વિશેષ મહત્વ🔅🕉🔅*
*🕉શ્રાવણ મહિના સાથે દેવોના દેવ મહાદેવનો ગાઢ સંબંધ છે. પુરાણો અનુસાર, શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા અને અભિષેક કરવાથી ઝડપથી અને અનેકગણું ફળ મળે છે. આ કારણે જ ભક્તો શ્રાવણ મહિનાના સોમવારે શિવજીની ભક્તિમાં વધુ લીન થાય છે અને તેમને રિઝવવા માટે વિશેષ ઉત્સાહિત રહે છે. શ્રાવણ મહિનામાં શિવજી જ સૃષ્ટિનું સંચાલન રકે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજા -આરાધનાનું આગવું મહાત્મ્ય છે. શ્રાવણમાં દરરોજ ભગવાન શિવની પૂજા કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન શિવ ખૂબ જ ભોળા છે અને ઝડપથી પ્રસન્ન થઇ જાય છે. તેમના ભક્તોને ક્યારેય પણ કોઇપણ પ્રકારનો ભય કે સંકટ સતાવતા નથી. ખાસ કરીને શ્રાવણ મહિનામાં ભક્તો તેમની પૂજા કરીને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. અહીં અમે તમારી રાશિ અનુસાર ભગવાન શિવની પૂજા-વિધિ જણાવી રહ્યા છીએ જે આ શ્રદ્ધાપૂર્વક કરીને ભગવાન શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.🕉*
GrahRaj Astrology - જ્યોતિષ-વાસ્તુ-ધાર્મિકપૂજા
*શાસ્ત્રોમાં શિવલિંગના ઘણાં પ્રકાર જણાવવામાં આવ્યાં છે.*
*જો તમે તમારી મનોકામના મુજબ તે શિવલિંગની પૂજા કરશો તો તમારી દરેક મનોકામના જલ્દી જ પૂર્ણ થઇ શકે છે.*
*તો ચાલે આજે અમે તમને આ લેખમાં જણાવીએ કઇ મનોકામના માટે કયા શિવલિંગની પૂજા કરવી જોઇએ.*
🔱ભૂમિ ખરીદવાની મનોકામનાની પૂર્તિ કરવા માટે ફૂલોથી શિવલિંગનું નિર્માણ કરી તેની પૂજા કરવી જોઇએ.
🕉ખાંડથી શિવલિંગ બનાવીને તેની પૂજા કરવાથી માનસિક તથા પારિવારિક સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે.
🔱વાંસના અંકુરથી શિવલિંગ બનાવીને તેની પૂજા કરવાથી વંશમાં વૃદ્ધિ થાય છે.
🕉ચાંદીથી બનેલાં શિવલિંગની પૂજા અને રૂદ્રાભિષેક તેવા લોકોને ફાયદો આપે છે તે આર્થિક રૂપથી પરેશાન હોય છે.
🔱મુક્તિની ઇચ્છા રાખનાર વ્યક્તિઓએ આંબળાને પીસીને તેના દ્વારા શિવલિંગનું નિર્માણ કરવું જોઇએ. આ શિવલિંગનો રૂદ્રાભિષેક શિવલોકમાં સ્થાન અપાવે છે.
🕉ધન તથા સુખ સમૃદ્ધિ માટે સોના અથવા પીત્તળના શિવલિંગની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
🔱પારદથી બનેલાં શિવલિંગની પૂજા કરવાથી ધન, સુખ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ માટે જો અન્ય પ્રકારના શિવલિંગને બનાવવામાં મુશ્કેલી આવી રહી છે તો તમે પારદના બનેલાં શિવલિંગનો પ્રયોગ કરી શકો છો.
🕉ઘાસને પીસીને શિવલિંગ બનાવવું અને તેનો રૂદ્રાભિષેક કરશો તો અકાળ મૃત્યુનો ભય દૂર થઇ જાય છે. આ શિવલિંગ આયુષ્યમાં વૃદ્ધિ કરે છે.
🔱લાલ અને સફેદ આંકડાના ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
🕉ચમેલીના ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવાથી વાહન સુખ પ્રાપ્ત થાય છે.
🔱અળસીના ફૂલોથી શિવનું પૂજન કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુને પ્રિય બને છે.
🕉શમીના પાનથી પૂજન કરવા પર મોક્ષની પ્રાપ્તિ થાય છે.
🔱મોગરાના ફૂલથી પૂજન કરવાથી સુંદર અને સુશીલ પત્ની પ્રાપ્ત થાય છે.
🕉જો જૂહીના ફૂલથી શિવનું પૂજન કરવામાં આવે તો ઘરમાં ક્યારેય અનાજની કમી આવતી નથી.
🔱કરેણના ફૂલથી શિવ પૂજન કરવામાં આવે તો નવા વસ્ત્રોની પ્રાપ્તિ થાય છે.
🕉પારિજાતકના ફૂલોથી પૂજન કરવામાં આવે તો સુખ-સંપત્તીમાં વૃદ્ધિ થાય છે.
🔱ધતૂરાના ફૂલથી પૂજન કરવામાં આવે તો ભગવાન શંકર સુયોગ્ય પુત્ર પ્રદાન કરે છે, જે આગળ જઇને કુળનું નામ રોશન કરે છે.
🕉લાલ ડંઠલવાળા(મૂળ અને ડૂંડાની વચ્ચેનો ભાગ) ધતૂરો પૂજામાં શુભ માનવામાં આવે છે.
🔱દૂર્વાથી પૂજન કરવામાં આવે તો આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.
*શિવપુરાણ મુજબ જાણો ભગવાન શિવને કયો રસ (પ્રવાહી) અર્પણ કરવાથી તેનું શું ફળ પ્રાપ્ત થાય છે.*
🔅તાવ આવવા પર ભગવાન શિવને જળધારા અર્પણ કરવાથી ઝડપથી લાભ પ્રાપ્ત થાય છે.
🔅સુખ અને સંતાનની વૃદ્ધિ માટે પણ જળધારા દ્વારા શિવની પૂજા ઉત્તમ જણાવવામાં આવી છે.
🔅 નપુંસક વ્યક્તિ જો ઘીથી ભગવાન શિવનો અભિષેક કરે, બ્રાહ્મણોને ભોજન કરાવે તથા સોમવારે વ્રત કરે તો તેની સમસ્યાનું નિદાન તરત જ આવી જાય છે.
🔅 તેજ મગજ પ્રાપ્ત કરવા માટે ખાંડ મિક્સ કરેલ દૂધ ભગવાન શિવને અર્પણ કરવું.
🔅સુગંધિત તેલથી ભગવાન શિવનો અભિષેક કરવાથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
🔅 શિવલિંગ પર શેરડીનો રસ અર્પણ કરવામાં આવે તો દરેક પ્રકારના આનંદની પ્રાપ્તિ થાય છે.
🔅 શિવને ગંગાજળ અર્પણ કરવાથી ભોગ અને મોક્ષ બંન્નેની પ્રાપ્તિ થાય છે.
🔅મધથી ભગવાન શિવનો અભિષેક કરવાથી ટીબીના રોગમાં આરામ મળે છે.
*ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઉપાય.*
↘ભગવાન શિવને ચોખા અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
↘ તલ અર્પણ કરવાથી પાપનો નાશ થાય છે.
↘જવ અર્પણ કરવાથી સુખમાં વૃદ્ધિ થાય છે.
↘ ઘઉં અર્પણ કરવાથી સંતાન વૃદ્ધિ થાય છે.
*આ બધા જ અનાજ ભગવાનને અર્પણ કર્યા પછી ગરીબોમાં વહેંચવા જોઇએ. આવું કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે.*
GrahRaj Astrology - જ્યોતિષ- વાસ્તુ- ધાર્મિકપૂજા
*મેષ રાશિ*
મેષ રાશિના જાતકોએ ભગવાન શિવજીને મધ અને દુધ મિશ્ર કરીને અભિષેક કરવો જોઇએ અને લાલ ચંદન તેમજ લાલ રંગના ફુલ ચડાવવા જોઇએ. આ જાતકોએ નાગેશ્વરાય નમ:નો જાપ કરવો. આ રીતે પૂજા કરવાથી વ્યાવસાયિક પ્રતિષ્ઠા વધે છે અને તેમણે કરેલો પુરુષાર્થ સાર્થક નીવડે છે. આનાથી આર્થિક બાબતોમાં પણ પ્રગતિ થાય છે.
GrahRaj Astrology
*વૃષભ રાશિ*
વૃષભ રાશિના જાતકો જો દહીંથી શિવજીનો અભિષેક કરે તો તેમને ઘણું શુભ ફળ મળે છે. સાથે જ ભગવાન શિવની સ્તુતિ પણ કરવી, ચમેલીના ફુલ ચડાવવા અને રુદ્રાષ્ટાકર પાઠ કરવો તેમજ બિલ્વપત્ર ચડાવવાથી માંગલિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગ લઇ શકશો. તમારી વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે.
*મિથુન રાશિ*
મિથુન રાશિના જાતકોએ શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઇએ. તેનાથી અજ્ઞાન ભય અને ક્રોધમાંથી મુક્તિ મળશે. કામકાજના સ્થળે અધિકારીઓ તરફથી સારો સહયોગ મળશે. ભગવાન શિવને ધતુરો અને ભાંગ ચડાવવા. સાથે શિવજીના પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય”નો જાપ કરવો.
GrahRaj Astrology
*કર્ક રાશિ*
કર્ક રાશિના જાતકોને ભાંગ, સાકર મિશ્રિત દુધથી ભગવાન શિવનો અભિષેક કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. રુદ્રાષ્ટાધ્યાયીનો પાઠ પણ કરવો જોઇએ. સાથે આંકડાના ફુલ શિવજીને અર્પણ કરવા જોઇએ. તેનાથી સ્વાસ્થ્યમાં સારો લાભ થશે. બિનજરૂરી ગુંચવણોમાંથી પણ રાહત મળશે. શિક્ષણના કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થશે.
*સિંહ રાશિ*
સિંહ રાશિના જાતકોએ લાલ ચંદનના પાણીથી શિવજીનો અભિષેક કરવો જોઇએ. ભગવાન શિવને કરેણના લાલ રંગના ફુલ અર્પણ કરવાથી તેમજ શિવ ચાલીસાનો પાઠ કરવાથી સારો ફાયદો થશે. તેનાથી શાસત-સત્તાની બાબતોમાં સહયોગ મળશે. રાજકીય મહત્વાકાંક્ષાઓ પણ પૂરી થઇ શકે છે. વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે. GrahRaj Astrology
*કન્યા રાશિ*
કન્યા રાશિના જાતકોએ ભાંગ મિશ્રિત જળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઇએ. તેનાથી મોટા વડીલો તેમજ કોઇ અધિકારીઓ તરફથી સારો સહકાર મળે અને તેમના કારણે સફળતા હાંસલ થાય. આ રાશિના શિવભક્તોએ ભગવાન શિવને બિલ્વપત્ર, ધતુરો, ભાંગ વગેરે ચડાવવા જોઇએ અને પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય”નો જાપ કરવો.
*તુલા રાશિ*
તુલા રાશિના જાતકોએ ભગવાન શિવને ગાયના ઘી અને અત્તર અથવા સુગંધિત તેલ અથવા સાકર મિશ્ર કરેલા દુધથી અભિષેક કરવો જોઇએ. કેસર મિશ્રિત મીઠાઈનો ભોગ ચડાવવો જોઇએ. ભગવાન શિવના સહસ્ત્રનામનો જાપ કરવો. તેનાથી તમારી રચનાત્મકતામાં વધારો થશે અને તમારા પ્રયાસો ફળીભુત થશે. શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં પણ અપેક્ષિત ફળની પ્રાપ્તિ થશે.
*વૃશ્ચિક રાશિ*
વૃશ્ચિક રાશિના જાતકોએ મધ ને પાણીનું મિશ્રણ કરીને શિવજીનો અભિષેક કરવો જોઈએ. તેનાથી શિક્ષણ ક્ષેત્રે કરેલો પરિશ્રમ સાર્થક નીવડશે. ધન, યશ, કિર્તીમાં વધારો થસે. શાસત અને સત્તાનો સહયોગ રહેશે. જો મધ ના હોય તો સાકર મિશ્ર કરીને પણ અભિષેક કરી શકાય. ભગવાન શિવને ગુલાબનું ફુલ અને બિલ્વપત્રનું મૂળ ચડાવો. રુદ્રાષ્ટકનો પાઠ કરો.
*ધન રાશિ*
ધન રાશિના જાતકોએ કેસર મિશ્રિત દુધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. સાથે જ ભગવાના શિવના પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય”નો જાપ કરવો. તમે ભગવાનને પીળા ફુલો અર્પણ કરો અને ખીરનો ભોગ ધરાવી શકો ચો. શિવાષ્ટકનો પાઠ કરવો જોઇએ. આમ કરવાથી સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થશે અને ભૌતિક ચીજોની પ્રાપ્તિ થશે. GrahRaj Astrology
*મકર રાશિ*
મકર રાશિના જાતકોએ તેલના તલથી શિવજીનો અભિષેક કરવો જોઇએ જેથી ભૌતિક સુખ-સંપદામાં વધારો થશે. ભગવાન શિવજીને બિલ્વ પત્ર, ધતુરાનું ફુલ, ભાંગ અને અષ્ટગંધ ચડાવવાથી તેમજ પાર્વતીનાથાય નમઃનો જાપ કરવાથી તમને ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે.
*કુંભ રાશિ*
કુંભ રાશિના જાતકોએ સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન નાળીયેરનું પાણી, શેરડીનો રસ, સરસવના તેલથી શિવજીનો અભિષેક કરવો અને શિવાષ્ટકનો પાઠ કરવો જોઇએ. તેનાથી ટૂંક સમયમાં જ સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે અને સંતાનનું જીવન સુખમય બને છે. તેનાથી પારિવારિક જીવનમાં પણ સુખ-શાંતિ વ્યાપે છે.
*મીન રાશિ*
મીન રાશિના જાતકોએ પાણીમાં કેસરનું મિશ્રણ કરીને ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. શિવજી પર પંચામૃત, દહીં, દુધ અને પીળા રંગના ફુલો ચડાવવા જોઇએ તેમજ ચંદનની માળાથી 108 વખત પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય”નો જાપ કરવો. તેનાથી પારિવારિક અને વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં ઘણો વધારો થાય છે.
GrahRaj Astrology - જ્યોતિષ-વાસ્તુ-ધાર્મિકપૂજા
*સૂચન📵:*
*આ લેખ પૌરાણિક ગ્રંથો અથવા માન્યતાઓ પર આધારિત છે અને તેથી તેમાં વર્ણવેલ સામગ્રીના વૈજ્ઞાનિક પુરાવાની ખાતરી આપી શકાતી નથી. વિગતવાર તમે ઓફિસ પર સંપર્ક કરો.*
*📜ગ્રહરાજ જ્યોતિષ કાર્યાલય📜*
*🌐જ્યોતિષ♻વાસ્તુ♻ધાર્મિકપૂજા🌐*
છાયા રોડ બાલાજી કૉમ્પ્લેક્સ -3 માળે
ભારતીય વિદ્યાલય ની સામે
પોરબંદર - ગુજરાત
રવિવાર અને સોમવાર
9727972119
શાસ્ત્રી એચ.એચ. રાજગુરુ
*જ્યોતિષ - વાસ્તુ-ધાર્મિક પૂજા*
https://www.facebook.com/grahraj.astrology/
https://grahraj.blogspot.in/
https://www.youtube.com/results?search_query=grahraj+jyotish
https://twitter.com/grah_raj
hitu9grahgochar@gmail.com
મુલાકાત માટે પહેલા ફોન કરી ને મળવું.
🙏🏻હરિ:ૐતત્સત્🙏🏻